પરીવર્ધન માર્ગે ગતિવંત આ સંસ્થાનો ઉદય વર્ષ ૧૯૮૧ ડિસેમ્બર માસમાં થયો. નવાવાડજ વિસ્તારમાં એકત્ર થતી યુવા શકિત સમાજ સમુદાયના સંગઠન માટે કંઈક હકારાત્મક પ્રવૃત્તિઓ કરે તેવા ઉમદા હેતુસર આ સંસ્થાએ જીવંત સ્વરૂપ ધારણ કર્યું અને ચલાયમાનબની. પ્રારંભે ૩૦ થી ૪૦ યુવાનોએ મંઝીલ તરફ ડગ શરૂ કર્યા અને આહિસ્તા આહિસ્તા કારવાં બનતો ગયો. એ સમયે યુવાનોની ધગશ, જોમ અને જુસ્સો અકલ્પનીય હતા અને અન્યોને માટે કંઇક કરવાની તમન્ના બેસુમાર હતી. મક્કમતા અને પડકાર ઝીલતુ આ સંગઠન સફળતાના શપથ સાથે આગળ વધવા માંડ્યુ. આ સંસ્થાએ સ્થાપત્યવિદ અને પુરુષાર્થી સમુદાયના ધાર્મિક મહાપર્વ 'શ્રી વિશ્વકર્માં જયંતિ ' ની ઉજવણીથી લક્ષ્ય તરફના, પ્રયાણ મંડાણ માંડયા અને સફળતા હાંસલ થતી ગઈ અને સૌના ઉત્સાહમાં ગજબનું ઉમેરણ થય...
પરીવર્ધન માર્ગે ગતિવંત આ સંસ્થાનો ઉદય વર્ષ ૧૯૮૧ ડિસેમ્બર માસમાં થયો. નવાવાડજ વિસ્તારમાં એકત્ર થતી યુવા શકિત સમાજ સમુદાયના સંગઠન માટે કંઈક હકારાત્મક પ્રવૃત્તિઓ કરે તેવા ઉમદા હેતુસર આ સંસ્થાએ જીવંત સ્વરૂપ ધારણ કર્યું અને ચલાયમાનબની. પ્રારંભે ૩૦ થી ૪૦ યુવાનોએ મંઝીલ તરફ ડગ શરૂ કર્યા અને આહિસ્તા આહિસ્તા કારવાં બનતો ગયો. એ સમયે યુવાનોની ધગશ, જોમ અને જુસ્સો અકલ્પનીય હતા અને અન્યોને માટે કંઇક કરવાની તમન્ના બેસુમાર હતી. મક્કમતા અને પડકાર ઝીલતુ આ સંગઠન સફળતાના શપથ સાથે આગળ વધવા માંડ્યુ. આ સંસ્થાએ સ્થાપત્યવિદ અને પુરુષાર્થી સમુદાયના ધાર્મિક મહાપર્વ 'શ્રી વિશ્વકર્માં જયંતિ ' ની ઉજવણીથી લક્ષ્ય તરફના, પ્રયાણ મંડાણ માંડયા અને સફળતા હાંસલ થતી ગઈ અને સૌના ઉત્સાહમાં ગજબનું ઉમેરણ થયું. ઉત્સાહ શકિત સંચારનુ સ્ત્રોત હોય છે આ બળના સહારે શરદ પૂર્ણિમાના ગરબાથી સમાજના અનેક યુવાનોનો રાજીપો મેળવ્યો. આમ ધીરે ધીરે કાર્યક્રમો વધતા ગયા સંસ્થા વધુ ચેતનવંતી બની. આ કાર્યક્રમોમાં સામાજિક, રાષ્ટ્રિય, ખેલકૂદ, રાજકીય જાગૃતિ તથા અનેક એવા કાર્યક્રમો જેનાથી આ સમાજ સમુદાય આકર્ષાયો અને સ્નેહ અને સહકારના ભાવથી કાર્યકરોને વધુ ચાર્જ થયાં. આજે આ સંસ્થા ને ૪૨ વર્ષ થયાં અને દિવસે અને દિવસે લોકચાહના પ્રાપ્ત કરવામાં સંસ્થા અનહદ સફળ થઈ. આ સંસ્થાએ સુંદર અને સવુલિયતસભર વાડીનું સર્જન કરી અને આ બૃહદ પરિવારનું રમણિય પરિસર વર્ષ ૧૯૯૧ માં બનાવ્યું જ્યાં શ્રી વિશ્વકર્માદાદા તથા માં રાંદલ ના અવિરત આશિષ-ધોધ વહે છે. આ પરિસર સમુદાયને તેમના સામાજિક પ્રસંગોમાં હરહંમેશ ફળદાયી રહ્યું છે. આ સંસ્થા નાણાકીય રીતે પણ સૌની શુભેચ્છાઓ અને દાદા અને માઁ રાંદલના વરદાનથી સક્ષમ બની છે અને ઉદાર ચરિત અનુદાતાઓ માટે ઈષ્ટ સંસ્થા બની છે ૨૧ સજ્જ સભ્યોથી ચલાયમાન આ સંસ્થા ધાર્મિક પર્વોમાં શ્રી વિશ્વકર્માં જયંતિ, જન્માષ્ટમી, શ્રી વિશ્વકર્માં પૂજન દિન, રાંદલ તેડાં તથા અન્ય તહેવારો, શિક્ષણક્ષેત્રે શ્રી વિદ્યાર્થી સન્માન, ચોપડા વિતરણ તથા ખાસ અભિવાદન, રમતગમત ક્ષેત્રે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ, બાળકોની રમતગમત તથા મહિલાઓની રમતગમત, યોગ વિદ્યા, રાષ્ટ્રિય તહેવારોમાં ૧૫ ઑગસ્ટ, ૨૬ જાન્યુઆરી જેવા સઘળાં કાર્યક્રમો પૂરી રાષ્ટ્રભક્તિ અને પૂરા ઉમંગ થી ઉજવાય છે. કોઈ પણ સમાજ માટે બેસણું આ પરિસર માં નિઃશુલ્ક કરવા દેવામાં આવે છે અને આદર્શ લગ્ન જેને ચો દિશાથી અત્યાધિક આવકાર મળેલ છે કોઈ પણ જ્ઞાતિ ની દીકરીના લગ્ન નિઃશુલ્ક કરી આપવામાં આવે છે જેમાં અંદાજે રુ ૫૦,૦૦૦/- નો ખર્ચ થાય છે જે દરિયાવદિલી દાતા તરફથી મળી જાય છે.આ સિવાય સરકારી યોજનાઓ વિષે લાભાર્થીઓ ને જ્ઞાત કરવા તથા અન્ય સમાજો સાથે સંકલન કરી અને સંગઠનને વિસ્તાર આપવાનું કામ પણ આ સંસ્થા કરે છે. શ્રી વિશ્વકર્માં વંશજ ના એકિકરણમાં પણ આ સંસ્થા નોંધનીય ફાળો અર્પણ કરી રહી છે આજ દિન સુધીમાં આ સંસ્થાએ ૨૯ લગ્નનો કર્યાં જેમાં લગ્નકર્તા પરિવારોએ અતિ રાજીપો વ્યક્ત કરેલ છે અને સંસ્થાની ઉર્ધવ્ગામી વિકાસની, પ્રાથના કરીને ગયા છે. સંક્ષિપ્તમાં આ સંસ્થા અન્યના માટે હુંફ અને હામ આપવા સર્જિત થઈ છે અને આ પરમાર્થી માર્ગ પર દ્રઢતાથી આગળ ધપી રહ્યી છે. આ સંસ્થા ચારે ખૂણેથી વરસતા સ્નેહના છાંટણાથી તરબોળ છે. ચાલો જોડાવ- હાથથી હાથ મિલાવૉ અને કૃષ્ણસંદેશ મુજબ પ્રેમનો ફેલાવો કરો, આનંદ ની લૂટ ચલાવો અને અન્યના હામી બનો. સૌને દાદા તથા માં રાંદલ પ્રફુલ્લિત રાખે, સદાબહાર રાખે, પ્રસન્ન રાખે તેવી અભિયાર્થના સાથે સૌ ને જય વિશ્વકર્મા